ભારત-ચીન સેનાની વચ્ચે સિક્કિમમાં થયું હતું સામાન્ય ઘર્ષણ, સ્થાનિક કમાન્ડરોએ વિવાદ ઉકેલ્યો - ભારતીય સેના

News18 Gujarati
Updated: January 25, 2021, 1:47 PM IST
ભારત-ચીન સેનાની વચ્ચે સિક્કિમમાં થયું હતું સામાન્ય ઘર્ષણ, સ્થાનિક કમાન્ડરોએ વિવાદ ઉકેલ્યો - ભારતીય સેના
20 જાન્યુઆરીએ ઉત્તર સિક્કિસમાં નાકુ લા ખાતે ચીની સૈનિકો અને ભારતીય જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. (તસવીર- PTI)

ભારતીય સેનાએ નિવેદનમાં કહ્યું કે, 20 જાન્યુઆરીએ ઉત્તર સિક્કિમના નાકૂ લા વિસ્તારમાં ચીની સૈનિકો અને ભારતીય જવાનોની વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું

  • Share this:
નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે સિક્કિમ (Clash in Sikkim's Naku La)માં સામાન્ય ઘર્ષણ થવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બંને દેશોની સેનાઓની વચ્ચે LAC પર આ ઘર્ષણ 20 જાન્યુઆરીએ સિક્કિમના નાકૂ લા (Naku La) વિસ્તારમાં થયું હતું. આ વિવાદને સ્થાનિક કમાન્ડરો સ્તર પર ઉકેલી લેવામાં આવ્યો છે. ભારતીય સેના (Indian Army) તરફથી સોમવારે તેની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રો મુજબ, ચીનના સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા ને પાર કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ભારતીય જવાનોએ તેમને રોકી દીધા. બંને તરફથી કેટલાક સૈનિકોને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે.

ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, સિક્કિમમાં ભારતીય સેના અને PLA સૈનિકોની વચ્ચે ઘર્ષણ સાથે જોડાયેલા અનેક સવાલ મળ્યા છે. એ સ્પષ્ટ કરવામાં આવે છે કે 20 જાન્યુઆરીએ ઉત્તર સિક્કિમના નાકૂ લા વિસ્તારમાં ચીની સૈનિકો અને ભારતીય જવાનોની વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું. જેને નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ કમાન્ડર સ્તરે ઉકેલી લેવામાં આવ્યું.

આ પણ વાંચો, મોદી સરકારનો મોટો નિર્ણય, Tiktok સહિત અન્ય ચાઇનીઝ એપ્સ પર ચાલુ રહેશે પ્રતિબંધસૂત્રો મુજબ, ચીની સૈનિકોએ LAC પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં સરહદ પર તૈનાત ભારતીય જવાનોએ તેમને રોક્યા. કહેવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિક યથાસ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી દીધો.

આ પણ વાંચો, લદાખ વિવાદઃ ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું- તમારે પૂરી રીતે પાછળ હટવું જ પડશે

નોંધનીય છે કે, આ પહેલા 15 જૂન 2020ના રોજ ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ થયું હતું. આ દરમિયાન 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા અને 35થી 40 ચીની સૈનિક હતાહત થયા હતા. જોકે, ચીને હતાહત થનારા સૈનિકોની સંખ્યા વિશે કોઈ જાણકારી આપી નહોતી.

ડોકલામમાં થઈ ચૂક્યો છે લાંબો વિવાદ

સિક્કિમ સેક્ટરની વાત કરીએ તો અહીં 2017માં ડોકલામ ટ્રાઇ જંક્શન પર 73 દિવસ સુધી તણાવી સ્થિતિ ઊભી થયેલી હતી. તે સમયે પણ તણાવ એટલો વધી ગયો હતો કે યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા હતા. ત્યારબાદ 2020માં નાથૂ-લાની પાસે જોરદાર ઘર્ષણ થયું હતું. આ પહેલા લદાખમાં 5 મે 2020ના રોજ પેંગોગ લેકના ઉત્તર કિનારા પર બંને દેશોના સૈનિક સામ સામે આવી ગયા હતા.
Published by: Mrunal Bhojak
First published: January 25, 2021, 1:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading