News18 Gujarati Updated: November 26, 2020, 12:09 PM IST

દિલ્હી કૂચ કરતાં ખેડૂતોને વિખેરવા વોટર કેનનનો ઉપયોગ, કેજરીવાલ અને પ્રિયંકા ગાંધીએ ખેડૂતોનું કર્યું સમર્થન

- News18 Gujarati
- Last Updated: November 26, 2020, 12:09 PM IST
નવી દિલ્હી/ચંદીગઢઃ વર્ષ 2020ના ચોમાસુ સત્રમાં કેન્દ્રની મોદી સરકાર (Modi Government) દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદોઓની (New Farmers Act) વિરુદ્ધ ખેડૂતોએ મોરચો (Farmers Protest) ખોલી દીધો છે. 26 નવેમ્બરે ખેડૂતોને દિલ્હી કૂચ આંદોલનને નિયંત્રિત કરવા માટે હરિયાણા (Haryana) અને પંજાબ (Punjab)ની સરહદ સીલ કરી દીધી દેવામાં આવી.
દિલ્હી (Delhi)ની સરહદ ઉપર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આંદોલનકારી ખેડૂતો પર એક તરફ વોટર કેનનનો ઉપયોગ કરીને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો બીજી તરફ ટિયરગેસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ પોલીસના બેરિકેટ્સને ઉખાડીને નદીમાં ફેંકી દીધાના અહેવાલ છે.
ખેડૂતો પર વોટર કેનનના ઉપયોગને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે શાંતિપૂર્વક પ્રદર્શન કરવા આવી રહેલા ખેડૂતોને રોકવા ન જોઈએ. કેજરીવાલે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકારના ત્રણ કાયદા ખેડૂત વિરોધી છે. આ કાયદા પરત લેવાને બદલે ખેડૂતોને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાથી રોકવામાં આવી રહ્યા છે. તેમની પર વોટર કેનનનો ઉપયોગ થઈ રહ્યો છે. ખેડૂતો પર આ જુલમ બિલકુલ ખોટો છે. શાંતિપૂર્વક પ્રદર્શન તેમનો બંધારણીય અધિકાર છે.
આ પણ જુઓ, PHOTOS: ભયાનક વાવાઝોડા નિવારે તમિલનાડુ અને પુડુચેરીમાં સર્જી તારાજી
કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ખેડૂતોના આંદોલન પર ટ્વીટ કર્યું. તેઓએ લખ્યું કે, ખેડૂતોથી સમર્થન મૂલ્ય છીનવી લેનારા કાયદાના વિરોધમાં ખેડૂતોની વાત સાંભળવાને બદલે બીજેપી સરકાર તેમની પર ઠંડીમાં પણ પાણીનો મારો ચલાવી રહી છે. ખેડૂતોથી બધું છીનવી લેવામાં આવી રહ્યું છે અને મૂડીવાદીઓને થાળી પીરસીને બેંક, લોનમાફી, એરપોર્ટ, રેલવે સ્ટેશનો વહેંચવામાં આવી રહી છે.
આ પણ વાંચો, 26/11 Mumbai Attack: હુમલામાં સામેલ 10 આતંકીઓની યાદમાં પાકિસ્તાનમાં પ્રાર્થના સભા- રિપોર્ટ
આ દરમિયાન, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કૃષિ કાયદાને કોઈ પણ કિંમતે ન તો પરત લેવામાં આવશે અને ન તો તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે. સૂત્રો મુજબ, સરકાર તરફથી એવું પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે કાયદો બનાવવામાં આવ્યો છે તે ખેડૂતોના હિતમાં છે.

#WATCH | Security personnel use fire tear gas shells to disperse a crowd of farmers gathered at the Shambhu border between Haryana and Punjab, to protest the farm laws pic.twitter.com/11NfwLcEQZ
— ANI (@ANI) November 26, 2020
ખેડૂતો પર વોટર કેનનના ઉપયોગને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે શાંતિપૂર્વક પ્રદર્શન કરવા આવી રહેલા ખેડૂતોને રોકવા ન જોઈએ. કેજરીવાલે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકારના ત્રણ કાયદા ખેડૂત વિરોધી છે. આ કાયદા પરત લેવાને બદલે ખેડૂતોને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાથી રોકવામાં આવી રહ્યા છે. તેમની પર વોટર કેનનનો ઉપયોગ થઈ રહ્યો છે. ખેડૂતો પર આ જુલમ બિલકુલ ખોટો છે. શાંતિપૂર્વક પ્રદર્શન તેમનો બંધારણીય અધિકાર છે.
केंद्र सरकार के तीनों खेती बिल किसान विरोधी हैं। ये बिल वापिस लेने की बजाय किसानों को शांतिपूर्ण प्रदर्शन करने से रोका जा रहा है, उन पर वॉटर कैनन चलाई जा रही हैं। किसानों पर ये जुर्म बिलकुल ग़लत है। शांतिपूर्ण प्रदर्शन उनका संवैधानिक अधिकार है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 26, 2020
किसानों से समर्थन मूल्य छीनने वाले कानून के विरोध में किसान की आवाज सुनने की बजाय भाजपा सरकार उन पर भारी ठंड में पानी की बौछार मारती है।
किसानों से सबकुछ छीना जा रहा है और पूंजीपतियों को थाल में सजा कर बैंक, कर्जमाफी, एयरपोर्ट रेलवे स्टेशन बांटे जा रहे हैं। #FarmersProtest pic.twitter.com/al8dG8ZZhi
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 26, 2020