Explained: India-China Rift: ચીનની અવળચંડાઈ સામે ભારત માટે કૈલાષ રેંજનું છે ખાસ મહત્ત્વ, જાણો શું છે સમગ્ર મામલો

News18 Gujarati
Updated: February 24, 2021, 11:36 PM IST
Explained: India-China Rift: ચીનની અવળચંડાઈ સામે ભારત માટે કૈલાષ રેંજનું છે ખાસ મહત્ત્વ, જાણો શું છે સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

ચીન સાથેના તણાવ દરમિયાન કૈલાષ રેન્જમાંથી ભારતીય સેનાને પાછી ખસેડવાના ચીનના પ્રસ્તાવ પર ભારતે કડક ભાષામાં જવાબ આપી દીધો. જાણો શું છે કૈલાષ રેન્જનો ઇતિહાસ અને તેનું મહત્ત્વ

  • Share this:
1962માં લદ્દાખ બોર્ડર પર (Ladakh Border ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) પર તબક્કાવાર રીતે આક્રમક થઇ હતી. પ્રથમ ષડયંત્ર હેઠળ, PLAએ અક્સાઈ ચીનમાં Aksai Chin) દૌલત બેગ ઓલ્ડી, ગલવાન (Galwan) અને પેન્ગોન્ગ ત્સો તળાવ  (Pangong Tso) અને ડૂંગતી ડેમચોક વિસ્તારો પાર ચઢાઈ કરી હતી અને બીજા તબક્કામાં મહત્વની કૈલાસ રેન્જ પર કબજો કર્યો હતો. ભારત માટે પેંગોંગ ત્સોના દક્ષિણ કિનારાથી શરૂ થઈને 60 કિલોમીટર તળાવની ઉત્તર દિશામાં સમાપ્ત થતી કૈલાસ રેન્જ  (Kailash Ridge)  મહત્વપૂર્ણ છે.

કૈલાસ રેંજ અસલમાં એક ખૂબ જ કઠોર ડુંગરાળ પ્રદેશ છે, જ્યાં પર્વતોની ઊંચાઈ 4000થી 5500 મીટર સુધીની છે. અહીં હેલ્મેટ ટોપ, સ્પંગુર ગેપ, મુગર હિલ, મુખરપરી, રેઝાંગ લા અને રેચીન લા જેવી અગત્યની ફ્રન્ટ લાઇન છે. આ રીજ ચૂશુલમાં સ્થિત છે, જે કમ્યુનિકેશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કૈલાસ રેન્જ 1962ના ભારત-ચીન યુદ્ધમાં ભારત માટે સબક સાબિત થઈ હતી.

લેહમાં 26 ઓક્ટોબર 1962ના રોજ ચીની હુમલાના પહેલા તબક્કો ભારે પડ્યો હતો, જે બાદ સૈન્યએ તત્પરતા દર્શાવી હતી. 114 ઇનફ્રેન્ટ્રી બ્રિગેડનું મુખ્ય મથક ચૂશુલ ખાતે હતું, મેજર જનરલ બુદ્ધ સિંહના નેતૃત્વ હેઠળ 3 પાયદળ વિભાગને અહીં મોકલવામાં આવ્યું હતું અને તે સમયે સિંધુ વેલી સબ સેક્ટરમાં 70 પાયદળ બ્રિગેડે અને 163 પાયદળ બ્રિગેડ દ્વારા લેહની સુરક્ષા માટે મોરચો સાંભળ્યો હતો.

ચુશુલમાં 114 પાયદળ બ્રિગેડની 40 કિમી વિસ્તારની સુરક્ષાની જવાબદારી હતી, ત્યારબાદ ગોરખા રાઇફલ્સ, 13 કુમાઉન તેમજ જાટ રાઇફલ્સ, એએફએક્સ તેમજ ભારે સૈન્યને આ સમગ્ર વિસ્તારમાં તૈનાત કરાયો હતો. જેનો ઉદ્દેશ ચીનની યોજના સાથે વ્યવહાર કરવાનો હતો. ચીનનો ઉદ્દેશ રેઝંગ લા અને ગુરુંગ હિલ પર કબ્જો કરવાનો હતો.

આ પણ વાંચો :  સુરત : યુવકની હત્યા કરનાર ફાઇટર ગેંગના 8 શખ્સોની ધરપકડ,એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રેઝાંગ લાનું યાદગાર યુદ્ધકૈલાસ રેન્જમાં સ્થિત રેજાંગ લા ખાતે ડિફેન્સની જવાબદારી 13 કુમાઉન કંપનીની હતી, જેની પાસે મોર્ટાર, હેવી મશીનગન અને રોકેટ લોન્ચર હતા. ચીને રાત્રે વિવિધ દિશાઓથી હુમલો કરવાની યોજના બનાવી હતી, જેથી ભારતીય સેનાએ વિભાજીત થવું પડ્યું.

આ યુદ્ધ સેના અંતિમ શ્વાસ સુધી લડી હતી. અંતે ચીને લગભગ 26 કલાકના યુદ્ધ પછી રેઝાંગ લા પર કબ્જો કર્યો હતો. પરંતુ મેજર શૈતાનસિંહના સૈનિકોના જવાબી હુમલઈ આ લડાઇને યાદગાર બનાવ્યું. ત્યારબાદ કુલ 141 સૈનિકોમાંથી 135 શહીદ થયા, પાંચને ચીન દ્વારા કબજે કરવામાં આવ્યા અને એક જ જીવી શક્યો. તે જ સમયે 21 ચીની સૈનિકો માર્યા ગયા અને 98 ઘાયલ થયા.

ગુરુંગ હિલની ઐતિહાસિક લડાઈ

સ્પેંગુર ગેપમાં બે કંપનીઓને ગુરુંગ હિલ સોંપવામાં આવી હતી. અહીં ખાણો દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો અને એએમએક્સ 13 લાઇટ ટેન્કોએ પણ ટેકો આપ્યો હતો, પરંતુ અહીંની ઊંચાઈ 5100 મીટર સુધીની હતી. ગુરુંગ હિલ પાસે સુરક્ષા માટે 1 મશીનગન, એક 57 મીમીની રિકોઇલલેસ ગન, 12 મોર્ટાર અને ત્રીજા ઘોડેસવાર કંપની હતી, તેમજ સુરક્ષા માટે ફ્લેમ થ્રોઅર હતા.

ચીને રેઝંગ લાને જીતતાં જ તેણે 18 નવેમ્બરની સવારે ગુરુંગ હિલ પર પણ હુમલો કર્યો. ગુરખાઓની બહાદુરી અને ટેન્કોના સપોર્ટને કારણે ચીની સેનાએ હુમલો રોકવો પડ્યો હતો. બે કલાક પછી વધુ PLA દળો સપોર્ટમાં આવ્યા અને તે પછી હુમલો શરૂ થયો. PLA અને ભારતના ઘણા સાઈનોકો માર્યા ગયા બાદ ગુરુંગ હિલના સ્ટ્રોંગ પોઇન્ટ 5 અને 6 પાર PLA કબ્જો ન મેળવી શક્યુ.

ચીનના રેઝાંગ લા અને ગુરુંગ હિલના કેટલાક ભાગો પર કબજો કર્યા પછી, ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કૈલાસ રીજથી સૈન્ય પીછેહઠ કરશે અને ચૂશુલની પશ્ચિમમાં ફરીથી તૈનાત થશે. જોકે, ચીન સૈન્ય પાછું જવા માટે સહમત ન હતું. 21 નવેમ્બરના રોજ યુદ્ધવિરામ બાદ ચીની સૈન્યએ પીછેહઠ શરૂ કરી. કારણ કે ચીની સૈનિકો સુધી સપ્લાય પહોંચવામાં મુશ્કેલી થઇ હતી.

આ પણ વાંચો :  સુરત : પરિણીતાને કિશન રબારી ઑફિશિયલ ID પરથી મેસેજ આવ્યો, 'તું મને ગમે છે એટલે તું મારી સાથે વાત કર'

હવે અહીં પરિસ્થિતિ શું છે?

મે 2020ના સરહદ તણાવ બાદ ચીને કૈલાસ રીજ પર હુમલો કરવાની નીતિ ન બનાવી. ચીને કૈલાસ રિજ પર અચાનક હુમલો ન કરે, તેને ધ્યાનમાં રાખીને ભારતે અહીં વિશેષ ફ્રન્ટિયર ફોર્સ પહેલેથી જ તૈનાત કરી દીધી હતી. હવે અહીં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. ઊંચાઈવાળા યુદ્ધના મેદાનની દ્રષ્ટિએ ભારત પાસે 1962 કરતા વધુ સારા શસ્ત્રો, સાધનસામગ્રી છે.

કૈલાસ રેન્જ પર ભારતની સ્થિતિ સુધરી છે, તો ચીન નિયંત્રણની લાઇનમાં શિયાળાના મુશ્કેલ વાતાવરણને લઈને ખૂબ સાવચેતી ભર્યું છે. કૈલાસ રેંજ ઐતિહાસિક રીતે મહત્વનું ક્ષેત્ર છે. કારણ કે એક તે ટ્રેનિંગ પોઇન્ટ હતો અને બીજુ તે પ્રથમ સરહદ હતી, જેને ભારતએ ચીનના ગેરકાયદેસર કબજામાંથી પરત મેળવી હતી. પરંતુ સરહદ પર ભારતનો દાવો 1865ની જોન્સન લાઇનનો છે, જે મુજબ હજી ઘણી સરહદો ચીનથી ભારતે પાછા મેળવવાની છે.
Published by: Jay Mishra
First published: February 24, 2021, 11:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading