ડીપી સતીશ, બેંગલુરુ. તાજેતરમાં થયેલી બે ગતિવિધિઓથી ભારત અને શ્રીલંકાના (India Sri Lanka Relations) સંબંધો પર ખરાબ અસર પડી શકે છે. ગત સપ્તાહે શ્રીલંકાએ જાપાન (Japan) અને ભારત (India) સાથે મહાત્ત્વાકાંક્ષી ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ (East Container Terminal-ECT) માટે થયેલા એગ્રીમેન્ટથી હાથ પાછા ખેંચી લેતા દિલ્હી અને ટોક્યોમાં બેઠેલી બંને દેશોની સરકારોને ભારે આંચકો લાગ્યો છે. આ ટર્મિનલ કોલંબો ખાતે આકાર લેવાનું હતું. આ જ દિવસે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા (Central Bank of Sri Lanka-CBSL)એ 400 મિલિયન અમેરિકન ડૉલર પરત કરી દીધા જેને કોવિડ-19ની મહામારીનો સામનો કરવા માટે જુલાઈ 2020માં આપવામાં આવ્યા હતા.
ECT ડીલ છેલ્લા બે વર્ષથી વિવાદમાં સપડાઈ ગઈ હતી. ગોટાબાયા રાજપક્ષે જ્યાર (નવેમ્બર 2019)થી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા અને તેમના ભાઈ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહિન્દ્રા રાજપક્ષે ઓગસ્ટમાં બે તૃતીયાંશ બહુમતીથી જનરલ ચૂંટણી જીતતા ભારત અને ચીનના શ્રીલંકા સાથેના સંબંધોમાં મોટું પરિવર્તન આવી ગયું. પોતાના પડોશી સાથે સારા સંબંધો ટકાવી રાખવા માટે ભારત અથાગ પ્રયાસ પણ કર્યા.
શ્રીલંકાના ચીનના સકંજામાં ફસાઈ ન જાય તે માટે વડાપ્રધાન મોદીથી લઈને રાષ્રીકાય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ પોતાના તમામ પ્રયાસો હાથ ધર્યા. પીએમ મોદીએ ગોટાબાયા રાજપક્ષેનું દિલ્હીમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શ્રીલંકાના વિદેશ મંત્રી દિનેશ ગુનાવર્દનેએ દિલ્હીનો પ્રવાસ કરીને ભારત સાથેના સંબંધો મજબૂત કરવાના પ્રયાસ કર્યા. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને NSA અજિત ડોભાલે શ્રીલંકાનો પ્રવાસ ખેડી શ્રીલંકા ચીનના ટ્રેપમાં ન ફસાય તેના તમામ પ્રયાસ કર્યા.
નોંધનીય છે કે, શ્રીલંકાના ભારત સાથે વર્ષોથી સારા અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. જ્યારે ચીન માત્ર મિત્ર દેશ છે. ECT ડીલ તોડ્યા બાદ પણ વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે હજુ પણ કહે છે કે ભારત સાથેના સંબંધો પહેલા જેવા જ અકબંધ છે.
બીજી તરફ , ભારત અને જાપાને ECT ડીલ રદ કરતાં શ્રીલંકાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ECT પ્રોજેક્ટ માટે તેમણે કરેલા કમિટમેન્ટનું સન્માન કરવું જોઈએ. તો શ્રીલંકાનું કહેવું છે કે તેઓ ECTને વિદેશી સહયોય વિના સ્વદેશી રીતે જ વિકસિત કરવામાં માંગે છે અને નાણા પણ સ્થાનિક સ્તરે જ ઊભા કરવામાં આવશે.
આ પણ વાંચો, કૃષિ કાયદાથી લઈને કોરોના મહામારી સુધી, રાજ્યસભામાં PM મોદીના ભાષણની 10 મહત્ત્વની વાતોચીને શ્રીલંકામાં છેલ્લાં 15 વર્ષમાં ઘણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. આ ભારત માટે માથાનો દુખાવો બની ગયો છે. હિંદ મહાસાગરમાં કોલંબો ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સિટી (સીઆઈફસી)માં ચીને હેમ્બન્ટોટા બંદર બનાવ્યું હતું. આમ ચીન બધે જ પોતાની છાપ બતાવી રહ્યું છે. રાજપક્ષે પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને અંગત રીતે સમર્થન આપ્યું છે.
છેલ્લા 2 મહિનાથી શ્રીલંકામાં સિંહાલા અને અંગ્રેજી માધ્યમો ચીન સામે ગંદકી ઠાલવી રહ્યા છે. ઇસીટીમાં ચાઇનાની કથિત સંડોવણી અંગે બંદર કામદાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. વિદેશી લોકો તેમાં ન રહેવાની માંગ કરી રહ્યા છે. શ્રીલંકાના શિપિંગ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, "ચાઇના ઇસીટી બંદરના નિર્માણને અવરોધિત કરી રહ્યું છે, કારણ કે ... ચીને પહેલેથી જ હેમ્બન્ટોટા બંદર બનાવ્યું છે.
શ્રીલંકા ચીનના હાથે વેચાઈ ગયું છે, એવા આરોપ શ્રીલંકા પર થઈ રહ્યા છે. આ આક્ષેપ પર ગોટાબાયા રાજપક્ષે જણાવ્યું છે કે તેઓ ચીન સાથેના હેમ્બન્ટોટા સમજૂતી પર પણ પુનર્વિચાર કરશે, ભારત અને ચીન બંને સમાન છે અને શ્રીલંકાની સાર્વભૌમત્વ વાટાઘાટો વગરની છે.