સિક્કિમના નાકુલામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, 20 ચીની સૈનિક ઘાયલ- સૂત્ર

News18 Gujarati
Updated: January 25, 2021, 11:58 AM IST
સિક્કિમના નાકુલામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, 20 ચીની સૈનિક ઘાયલ- સૂત્ર
ત્રણ દિવસ પહેલા ઉત્તર સિક્કિસમાં નાકુ લા ખાતે ચીની સૈનિકો અને ભારતીય જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. (Photo: PTI)

ત્રણ દિવસ પહેલા ઉત્તર સિક્કિસમાં નાકુ લા ખાતે ચીની સૈનિકો અને ભારતીય જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું

  • Share this:
India-China Standoff: ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદાખ (Eastern Ladadh)માં સરહદને લઈ ચાલી રહેલા ગતિરોધની વચ્ચે સિક્કમ સરહદ (Sikkim Border) પર ઘર્ષણના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, નાકુલા (Naku La)માં ચીની સેના (PLA)એ યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય સરહદની તરફ કેટલાક ચીની સૈનિક ઘૂસણખોરી કરવાના ઈરાદાથી વધી રહ્યા હતા. આ દરમિયાન જવાબી કાર્યવાહી થઈ. તેમાં ચીનના 20 સૈનિકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. ઘટના ત્રણ દિવસ પહેલાની હોવાનું કહેવાય છે. હજુ સુધી બંને દેશો તરફથી કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યું.

સિક્કમના નાકુલામાં ઘૂસણખોરીનો (Clash in Sikkim's Naku La) પ્રયાસ તે સમય થયો છે, જ્યારે અહેવાલ છે કે ચીની સેનાએ પૂર્વ લદાખી પોતાના 10 હજાર જવાનોને હટાવ્યા છે. સૂત્રો મુજબ, પૂર્વ લદાખ ઉપરાંત સિક્કિમ સહિત અનેક વિસ્તારોથી ચીની સેનાએ પોતાની તૈનાતીને ઓછી કરી છે, પરંતુ સૈનિકો હજુ પણ તૈનાત છે.

આ પણ વાંચો, લદાખ વિવાદઃ ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું- તમારે પૂરી રીતે પાછળ હટવું જ પડશેશું ભારત-ચીન વચ્ચેનો વિવાદ ઉકેલાશે?

ભારત-ચીનની વચ્ચે અત્યાર સુધી 9 ચરણની મંત્રણા થઈ ચૂકી છે, પરંતુ કોઈ પણ ઉકેલ નથી શોધાયો. તણાવને ઓછો કરવા માટે બંને દેશોના ડિપ્લોમેટ એક બીજા સાથે મુલાકાત કરી રહ્યા છે અને આ મુદ્દા પર સતત વાતચીત કરી રહ્યા છે. ગયા વર્ષે એટલે કે મે 2020થી પૂર્વ લદાખ ખાતેની 826 કિલોમીટરની લાઇન ઓફ એક્ચૂઅલ કન્ટ્રોલ એટલે કે LAC પર ચીની સેનાએ કોરોના મહામારી દરમિયાન અનેક સ્થળે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગલવાન ઘાટીમાં બંને દેશોની સેનાઓ વિશે હિંસક હર્ષણ પણ થયું હતું.

આ પણ વાંચો, મોદી સરકારનો મોટો નિર્ણય, Tiktok સહિત અન્ય ચાઇનીઝ એપ્સ પર ચાલુ રહેશે પ્રતિબંધ

ડોકલામમાં થઈ ચૂક્યો છે લાંબો વિવાદ

સિક્કિમ સેક્ટરની વાત કરીએ તો અહીં 2017માં ડોકલામ ટ્રાઇ જંક્શન પર 73 દિવસ સુધી તણાવી સ્થિતિ ઊભી થયેલી હતી. તે સમયે પણ તણાવ એટલો વધી ગયો હતો કે યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા હતા. ત્યારબાદ 2020માં નાકુ-લાની પાસે જોરદાર ઘર્ષણ થયું હતું. આ પહેલા લદાખમાં 5 મે 2020ના રોજ પેંગોગ લેકના ઉત્તર કિનારા પર બંને દેશોના સૈનિક સામ સામે આવી ગયા હતા. (સંદીપ બોલના ઇનપુટની સાથે)
Published by: Mrunal Bhojak
First published: January 25, 2021, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading