India China Faceoff: ભારતે LAC વિવાદ પર ચીનના નવા બહાનાને ફગાવ્યું, કહી આ 3 વાત

News18 Gujarati
Updated: October 14, 2020, 1:31 PM IST
India China Faceoff: ભારતે LAC વિવાદ પર ચીનના નવા બહાનાને ફગાવ્યું, કહી આ 3 વાત
પ્રતીકાત્મક તસવીર

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારત એલએસીમાં માત્ર પોતાની સીમાની અંદર માળખાગત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે અને આ માટે અમારે ચીનની પરવાનગીની જરૂર નથી.

  • Share this:
ભારતે ચીન (India China Faceoff) દ્વારા કરવામાં આવેલી દલીલને નકારી દીધી છે, જેમાં તેણે આરોપ મૂક્યો છે કે 3.488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની સરહદના માળખાને અપડેટ કરવું તે બંને દેશો વચ્ચે લશ્કરી તણાવનું 'કારણ' છે. ભારતનું કહે છે કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સરહદ પાર કરી ચુકી છે એટલું જ નહીં પહેલા તેણે અહીં રસ્તાઓ અને કમ્યૂનિકેશન નેટવર્કનું કામ શરૂ કર્યું હતું. અને હજી પણ તે ચાલી રહ્યું છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'પહેલી વાત એ છે કે સોમવારે જે રક્ષામંત્રી રાજનાથસિંહે ઉદ્ઘાટન કરેલા પુલ છે તે LOCથી દૂર છે અને તે નાગરિકોની અવર જવર અને અને સૈન્ય લોજિસ્ટિક્સ સુવિધાઓ માટે બનાવવામાં આવ્યો છે. બીજી વાત કે, હાલમાં બંને દેશો વચ્ચે જે સૈન્ય-રાજદ્વારી સંવાદ ચાલી રહ્યા છે તેમાં ભારત દ્વારા થઈ રહેલા પરિવર્તનનો મુદ્દો ચીને ઉઠાવ્યો નથી. ત્રીજો મુદ્દો કે, પીએલએ અહીં રોડ,પુલ, ઓપ્ટિકલ ફાઇબર, સોલર હિટર ટેન્ટ અને એલએસીની નજીક મિસાઇલ તૈનાત કરી છે તે વિષે શું કહેશો? એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારત એલએસીમાં માત્ર પોતાની સીમાની અંદર માળખાગત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે અને આ માટે અમારે ચીનની પરવાનગીની જરૂર નથી.

ચીન કેમ આટલું પરેશાન છે?

લશ્કરી કમાન્ડરોના જણાવ્યા મુજબ, પી.એલ.એ ગોગરા-હોટ સ્પ્રિંગ્સ પર સુરક્ષિત સંચાર માટે ઓપ્ટિકલ ફાઇબર સ્થાપિત કર્યા છે. તે જ સમયે, પેંગોંગની ઉત્તરીય બાજુએ, ફોરવર્ડ ચોકી પર સૈનિકો માટે સોલર હિટર ટેન્ટ બનાવી છે. વધુમાં ત્યાં એક હોસ્પિટલ બનાવવામાં આવી છે, જેથી તેમના સૈનિકને કંઇક થાય તો તરત સારવાર મળી શકે.

ચીની બાબતોના નિષ્ણાતો કહે છે કે પીએલએ લદ્દાખમાં ભારતીય માળખાગત સુવિધા વધારવાની ચિંતા એટલા માટે કરે છે કારણ કે તે પાકિસ્તાનના અબજ ડોલરના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર કે સીપીઇસી માટે આ વાત લશ્કરી ખતરો ઉભો કરી શકે છે.

વધુ વાંચો : Photos : વહૂએ પુત્રને નામર્દ કહેતા સાસરીવાળાઓએ અલ્પનાની કરી આ હાલત!એવું માનવામાં આવે છે કે ચીને તેના સાથી પાકિસ્તાનને સીપીઇસી વિશે માહિતી આપી દીધી છે, કારણ કે ભારતે ઇકોલોજીકલ સેન્ટ્રલ ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં ચાલી રહેલા કામ મામલે બેઇજિંગ સાથેના પીઓકેના કામકાજ પર સખત વિરોધ વ્યક્ત કર્યો છે.

વધુમાં એલએસી પર ભારતીય સૈન્યની હાલની તાકાત પણ પીએલએને પૂર્વ લદ્દાકમાં 1959ની કાર્ટગ્રાફિક ક્લેમ લાઇનનો દાવો કરતા અટકાવી રહી છે.
Published by: Chaitali Shukla
First published: October 14, 2020, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading