ઝારખંડની ઉજ્જડ જમીન પર કાશ્મીરી સફરજન! એન્જિનિયરિંગના સ્ટુડન્ટની મહેનત રંગ લાવી
News18 Gujarati Updated: February 23, 2021, 3:41 PM IST
લૉકડાઉનમાં YouTube પર વીડિયો જોઈને ટિન્કુએ કાશ્મીરી સફરજનના છોડ વાવ્યા, હવે આખું કામ કરી રહ્યું છે તેનું અનુકરણ
લૉકડાઉનમાં YouTube પર વીડિયો જોઈને ટિન્કુએ કાશ્મીરી સફરજનના છોડ વાવ્યા, હવે આખું કામ કરી રહ્યું છે તેનું અનુકરણ
પ્રભંજન કુમાર, પૂર્વ સિંહભૂમ. હવે ઝારખંડ (Jharkhand)માં પણ કાશ્મીરી સફરજન (Kashmiri Appple) ઊગવા લાગ્યા છે. આવું પૂર્વ સિંહભૂમ જિલ્લાના ઘાટશિલામાં એન્જિનિયરિંગના સ્ટુડન્ટ (Engineering Student)ના પ્રયાસોથી શક્ય બન્યું છે. ગુડાબાંધાનો આ યુવાને લૉકડાઉન (Lockdown) સમયમાં પોતાના ઘરે આવીને ખેતી શરૂ કરી હતી. સરકારી યોજના હેઠળ ખેડૂતોને મળતાં 12 હજાર રૂપિયામાં ટિન્કુ મહતો (Tinku Mahto)એ કાશ્મીરી સફરજનની ખેતી કરી. હવે તેની મહેનત રંગ લાવી રહી છે. સફરજનના છોડમાં ફળ લાગવા લાગ્યા છે.
ટિન્કુ મહતોએ જણાવ્યું કે, લૉકડાઉનમાં તેણે યૂ-ટ્યૂબ (YouTube) પર વીડિયો (Video) જોઈને કાશ્મીરી સફરજન (Kashmiri Apple)ની ખેતી કરવાનો નિર્ણય લીધો. સરકારી ખેડૂતોને મળતી રકમ 12 હજાર રૂપિયામાં તેણે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)થી 100 સફરજનના છોડ મંગાવ્યા. તેમાંથી 70 છોડ હવે 7થી 8 ફુટના થઈ ગયા છે અને તેમાં ફળ લાગવા લાગ્યા છે.
(છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો)
ટિન્કુના સફરજનની ખેતીથી પ્રભાવિત થઈને હવે તેના દોસ્તોએ પણ સફરજનની ખેતી શરુ કરી છે. તેઓએ 7 હજાર રૂપિયાના સફરજનના છોડ મંગાવીને ખેતરમાં વાવ્યા છે. ટિન્કુને જ્યારે યૂ-ટ્યૂબના વીડિયો જોઈને જાણ થઈ કે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સફરજનની ખેતી થઈ શકે છે તો તેણે સફરજનની ખેતી કરવાનો નિર્ણય લીધો અને કૂરિયરથી હિમાચલ પ્રદેશથી 100 છોડ મંગાવ્યા હતા.
આ પણ વાંચો, આ એક રૂપિયાનો આ સિક્કો આપને બનાવી શકે છે માલામાલ! મળી શકે છે 10 લાખ રૂપિયાશરૂઆતમાં ગામ લોકોએ ટિન્કુના આ પ્રયાસને ગંભીરતાથી લીધો નહોતો અને તેની મજાક ઉડાવતા હતા. લોકોનું કહેવું હતું કે ધોમધખતી જમીન પર સફરજન ક્યારેય ઊગી ન શકે. પરંતુ ટિન્કુએ પોતાની મહેનતના જોરે આ શક્ય કરી બતાવ્યું.
આ પણ વાંચો, સપનાનું ઘર બાંધવા માટે ગરીબ પરિવારે ભેગા કર્યા હતા 5 લાખ રૂપિયા, ઉધઈ કરી ગઈ ચટ
ટિન્કુએ પોતાની એક એકર જમીનમાં 99 પ્રજાતિના સફરજન ઉગાડ્યા છે. આ જમીન પર પહેલા કોઈ ખેતી થઈ શકતી નહોતી. પરંતુ ટિન્કુના પ્રયાસથી ઉજ્જડ જમીનમાં સફરજનના ઊગવા લાગ્યા છે.
Published by:
Mrunal Bhojak
First published:
February 23, 2021, 3:37 PM IST