સરહદ વિવાદની વચ્ચે ચીને વધારી ભારતની ચિંતા! બ્રહ્મપુત્ર નદી પર ડેમનું કરશે નિર્માણ

News18 Gujarati
Updated: November 30, 2020, 7:38 AM IST
સરહદ વિવાદની વચ્ચે ચીને વધારી ભારતની ચિંતા! બ્રહ્મપુત્ર નદી પર ડેમનું કરશે નિર્માણ
ચીને બ્રહ્મપુત્ર પુત્ર નદી પર ડેમ બાંધવાનો બનાવ્યો પ્લાન, જાણો ક્યાં સુધીમાં પૂરો કરી દેશે પ્રોજેક્ટ

ચીને બ્રહ્મપુત્ર પુત્ર નદી પર ડેમ બાંધવાનો બનાવ્યો પ્લાન, જાણો ક્યાં સુધીમાં પૂરો કરી દેશે પ્રોજેક્ટ

  • Share this:
બીજિંગઃ ચીન (China) તિબેટમાં બ્રહ્મપુત્ર નદી (Brahmaputra River) પર એક મુખ્ય ડેમનું નિર્માણ કરશે અને આવતા વર્ષથી લાગુ થનારી 14મી પંચવર્ષીય યોજનામાં તેને સંબંધિત પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ચીનના ઓફિશિયલ મીડિયાએ ડેમ બનાવવાની જવાબદારી મેળવી ચૂકેલી એક ચીની કંપનીના પ્રમુખના હવાલાથી આ જાણકારી આપી છે. ‘ધ ગ્લોબલ ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર, પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઇનાના અધ્યક્ષ યાંગ જિયોંગે કહ્યું કે ચીન યારલુંગ જંગ્બો નદી (બ્રહ્મપુત્રનું તિબેટી નામ)ના નીચલા હિસ્સામાં જળવિદ્યુત ઉપયોગ પરિયોજના શરૂ કરશે અને આ પરિયોજના જળ સંસાધનો અને સ્થાનિક સુરક્ષાને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

‘ધ ગ્લોબલ ટાઇમ્સે’ રવિવારે કમ્યુનિસ્ટ યૂથ લીગ ઓફ ચાઇનાની કેન્દ્રીય સમિતિના વી-ચેટ એકાઉન્ટ પર મૂકવામાં આવેલા એક લેખના હવાલાથી આ જાણકારી આપી કે યાંગે કહ્યું છે કે સત્તારૂડ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી) દેશની 14મી પંચવર્ષીય યોજના (2021-25) તૈયાર કરવાના પ્રસ્તાવમાં આ પરિયોજનાને સામેલ કરશે અને 2035 સુધીમાં તેના માધ્યમથી લાંબાગાળાના લક્ષ્ય પ્રાપ્ત કરવા પર વિચાર કરી ચૂકી છે.

આ પણ વાંચો, Goldના ભાવમાં 8,000 રૂપિયા અને Silverમાં 19,000 રૂપિયાથી વધુનો ઘટાડો, જાણો કેવો રહેશે ટ્રેન્ડ

ભારત અને બાંગ્લાદેશમાંથી પસાર થાય છે બ્રહ્મપુત્ર નદી

આ પરિયોજના વિશે વિસ્તૃત જાણકારી આવતા વર્ષે નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી) દ્વારા ઔપચારિર અનુસમર્થન આપ્યા બાદ સામે આવવાની આશા છે. બ્રહ્મપુત્ર નદી ભારત અને બાંગ્લાદેશ થઈને પસાર થાય છે. એવામાં ડેમ નિર્માણના પ્રસ્તાવથી બંને દેશોની ચિંતામાં વધારો થયો છે. જોકે ચીને આ ચિંતાઓને ફગાવી દેતાં કહ્યું છે કે તેઓ તેમના હિતોને પણ ધ્યાનમાં રાખશે.
આ પણ વાંચો, પેટના દુખાવાથી લઈ તાવ સુધી, કોરોના વેક્સીનની સાઇડ ઇફેક્ટ્સને લઈ વૈજ્ઞાનિકોની ચેતવણી

ભારત સરકાર નિયમિત રૂપથી પોતાના વિચારો અને ચિંતાઓથી ચીની અધિકારીઓને અવગત કરાવતી રહી છે અને ભારતે ચીનને એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો છે કે નદીની ઉપરના હિસ્સામાં થનારી ગતિવિધિઓથી નીચલા હિસ્સા સાથે જોડાયેલા દેશોના હિતોને નુકસાન ન થાય.
Published by: Mrunal Bhojak
First published: November 30, 2020, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading