ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, બે દિવસ પહેલા જ મોટાભાઇનું થયુ હતુ અવસાન

News18 Gujarati
Updated: October 27, 2020, 11:05 AM IST
ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, બે દિવસ પહેલા જ મોટાભાઇનું થયુ હતુ અવસાન
ગુજરાતી સિનેમામાં મહેશ-નરેશ બેલડીની ખોટ કોઇ પૂરી શકશે નહીં.

ગુજરાતી સિનેમામાં મહેશ-નરેશ બેલડીની ખોટ કોઇ પૂરી શકશે નહીં.

  • Share this:
ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા  અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું (Naresh Kanodia) 77 વર્ષે નિધન  (death) થયું છે. તેઓ યુ.એન. મહેતામાં (U. N. Mehta) કોરોનાની  (coronavirus) સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું (Mahesh Kanodia) મૃત્યું થયું હતું. ગુજરાતી સિનેમામાં મહેશ-નરેશ બેલડીની ખોટ કોઇ પૂરી શકશે નહીં.

20 ઓક્ટોબરે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

સારવાર દરમિયાનની તસવીર


અરવિંદ વેગડાએ વ્યક્ત કર્યુ દુખ

નરેશ કનોડિયાના નિધનનાં સમાચાર આવતા અરવિંદ વેગડાએ દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, "આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે હું કહેતો હતો કે મારે નરેશ કનોડિયા જેવું બનવું છે. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટો આધાર સ્તંભ હતા. તેમનું નિધન થયું છે તે હું માની નથી શકતો. સાથે બેઠા હોઈએ ત્યારે મને દીકરા જેવી ફિલિંગ આવતી હતી. ગુજરાતી સિનેમાને સૌથી મોટી ખોટ પડી છે."મહેશ કનોડિયાને કુદરતી બક્ષિસ હતી, 32 જુદા જુદા અવાજમાં ગીતો ગાવાનો જાદુ ધરાવતા હતા

બે દિવસ પહેલા ભાઇનું નિધન થયુ હતુ

મહત્વનું છે કે, 25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના મોટાભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર તથા પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતુ. તેઓ બંન્ને ભાઇઓ મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: October 27, 2020, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading