વસ્ત્રાપુરની એક હોટલમાં 24 વર્ષની યુવતીની લાશ મળી, આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું


Updated: February 22, 2021, 9:13 PM IST
વસ્ત્રાપુરની એક હોટલમાં 24 વર્ષની યુવતીની લાશ મળી, આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું
વસ્ત્રાપુરની એક હોટલમાં 24 વર્ષની યુવતીની લાશ મળી, આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું

આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસ અલગ અલગ લોકોના નિવેદન લઈ મોબાઈલની પણ તપાસ કરશે.

  • Share this:
અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ હોટલમાંથી એક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જોકે આપઘાત પાછળનું કારણ શું છે તે જાણી શકાયું નથી. ઘટનાની વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ હોટલ જીંજરમાં 20 ફેબ્રુઆરીના રોજ એક યુવતીએ રૂમ બુક કરાવ્યો હતો ત્યારબાદ યુવતી ત્યાં રહેતી હતી.

મળતી માહિતી પ્રમાણે યુવતી રૂમ નંબર 207માં બીજા માળે રૂમ બુક કરાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે યુવતીનું નામ કાજલ સચદેવ હોવાનું સામે આવ્યું છે અને જેની ઉમર 24 વર્ષની છે અને જે કુબેરનગર વિસ્તારમાં રહે છે. હોટલ જીંજરમાં ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન તરીકે કામ કરતા મહમ્મદ અનસ દ્વારા પોલીસને આ વિશે જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - ગુજરાતમાં હવે 24 કલાક મળશે રાશન, લાઇનમાં નહીં રહેવું પડે, જાણો શું છે પ્લાન

મહમ્મદ અનસ રાબેતા મુજબ હોટેલમાં કામ કરવા આવ્યો અને પેનલ રૂમમાં કામ કરી રહ્યો હતો ત્યારે હોટલના આસિસ્ટન્ટ મેનેજર સુપ્રિયા બેન નો ફોન આવ્યો કે ફટાફટ 207 નંબર પાસે આવો અને ત્યાં પહોંચતા રૂમ ખોલતા રૂમમાં રોકાયેલ બેને આપઘાત કરેલ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે તરતજ 108 ને જાણ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી.

કાજલના મોત મામલે પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી આ આપઘાત પાછળ શું કારણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે ઘટના બની ત્યાર બાદ યુવતીની મિત્ર પણ ત્યાં આવી ગઇ હતી અને કાજલ ને ઓળખી લીધી હતી. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસ અલગ અલગ લોકોના નિવેદન લઈ મોબાઈલની પણ તપાસ કરશે. તપાસ બાદ વધુ માહિતી સામે આવી શકે છે. હાલ પોલીસે ad દાખલ કરી છે.
Published by: Ashish Goyal
First published: February 22, 2021, 9:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading