RTEની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ગરબડ ગોટાળા, અમદાવાદમાં જ 300 ફરિયાદ


Updated: September 15, 2020, 10:34 PM IST
RTEની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ગરબડ ગોટાળા, અમદાવાદમાં જ 300 ફરિયાદ
RTEની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ગરબડ ગોટાળા, અમદાવાદમાં જ 300 ફરિયાદ

કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર થઈ જતા જે પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈતી હતી તે હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવી છે

  • Share this:
અમદાવાદ : કોરોનાના સંક્રમણના કારણે આ વખતે ઓફલાઈનની જગ્યાએ ઓનલાઇન ફોર્મ ભરાવી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ આ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ક્યાંકને ક્યાંક વાલીઓ માટે આફત બની છે. જે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાયા છે તેમા જ હવે ગરબડ ગોટાળા બહાર આવી રહ્યા છે. જે ફૉર્મ ભરાયા હતા તેમાં નામ અને અટક લખવાથી માંડીને જન્મ તારીખ જેવી ભૂલોની ફરિયાદો ઉઠી જ છે સાથે શાળાઓ એડમીશન માટે ફી માંગતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે. જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ એડમિશન માટે કડક વલણ અપનાવ્યું છે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર થઈ જતા જે પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈતી હતી તે હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવી છે. પણ એવું કહેવાય છે કે ઉતાવળે કામ બગડે એવું જ કંઈક RTEની પ્રવેશ પ્રક્રિયામાં થઇ રહ્યું છે. એના કારણે રોજ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને 300 જેટલી ફરિયાદ મળી રહી છે. સ્વાભાવિક છે કે દર વર્ષે જે RTEના ફોર્મ રિસિવિગ સેન્ટર પર ઓફ લાઈન સ્વીકારવામાં આવતા હતા પણ આ વખતે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થઈ છે. જેના કારણે ગરીબ લોકો જેઓ પાસે સ્માર્ટ ફોન નથી તેવા લોકોએ ફોર્મ સાયબર કાફેમાં જઈને ભરવા પડ્યા છે અને સાયબર કાફેના સંચાલકે જે ફોર્મ ભરવામાં ભૂલ કરી તે હાલ પ્રવેશ પ્રક્રિયામાં સામે આવી રહી છે. વાલીઓ પોતાના બાળકના એડમિશન માટે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે ચક્કર કાઢવા મજબુર બન્યા છે.

આ પણ વાંચો - પરીક્ષા આપવા રાજકોટથી આવેલી યુવતીની AMTSના ડ્રાઈવરે છેડતી કરી, આ રીતે પોલીસે પકડ્યો

વાલીઓને યોગ્ય રીતે જવાબ મળી રહે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ખાસ ટેબલ લગાવવામાં આવ્યા છે પણ વાલીઓનો ધસારો
એટલો બધો છે કે આ કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી. મહત્વનું છે કે અમદાવાદમાં RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 8,412 વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પસંદ કરાયા છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી, વાલીએ જે તે સ્કૂલમાં પ્રવેશ માટે પહોંચવાનું રહેશે.
જોકે કેટલીક શાળાઓએ RTE હેઠળ પ્રવેશ મળેલો છે તેવા વિદ્યાર્થીઓ પાસેથી વધારાના રૂપિયા માગતી હોવાની ફરિયાદો DEO કચેરીમાં મળી છે. DEO કચેરીએ ફરિયાદ માટે વાલીઓનો ધસારો વધ્યો છે. અમદાવાદ DEOની તમામ વાલીઓને વિનંતી છે કે પ્રવેશ માટે એકપણ રૂપિયા વધારાના ના આપવા નહીં. કોઈ એકપણ રૂપિયો ફી માંગે તો સીધો DEO કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. જે શાળા વધારાની એકપણ રૂપિયા ફી માગશે તેમની સામે કાર્યવાહી કરવાની ખાતરી જીલ્લા શિક્ષણ અધિકારીએ પણ આપી છે.
Published by: Ashish Goyal
First published: September 15, 2020, 10:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading