પ્રોજેક્ટ TENDRના વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર સિંથેટિક કૈમિકલ્સને ફથલેટ્સ કહેવામાં આવે છે. જે બાળકોના મસ્તિષ્કને નુકસાન પહોંચાડે છે જે માટે તેને તાત્કાલિક પ્રતિબંધિત કરવું જોઈએ.
પ્રોજેક્ટ TENDR પર્યાવરણીય ન્યૂરો વિકાસ જોખમ માટે કાર્યરત છે. જે એક સ્વાસ્થ્ય નિષ્ણાંત બાળ અધિવક્તાનો સમૂહ છે. જે બાળકોમાં ન્યૂરો ટોક્સિક કેમિકલ ઓછુ કરવા માટે કામ કરી રહ્યા છે. નેશનલ ઈંસ્ટિટ્યુટ ફોર પર્યાવરણીય સ્વાસ્થ્ય વિજ્ઞાનના પૂર્વ નિદેશક ટોક્સિકોલોજિસ્ટ લિંદા બીરન્બૌમે જણાવ્યું કે આ કેમિકલથી બાળકો પર અસર થાય છે, તે વિશે લોકોમાં જાગૃતતા આવશે.
સર્વત્ર કેમિકલ્સપ્લાસ્ટિકને લચીલું અને કઠણ બનાવવા માટે ફથલેટ્સ ઉમેરવામાં આવે છે. જે અનેક ઘરની અનેક વસ્તુઓમાં જોવા મળે છે. ઘરની રોજબરોજની ચીજ વસ્તુઓ જેમ કે, શેમ્પૂ, ફિનાઈલ નેલ પોલિશ સહિત અનેક વસ્તુઓમાં લાંબા સમય સુધી સુગંધ પ્રદાન કરે છે.
આ પણ વાંચો -
Weight loss: ઝીરો કેલરીવાળા એવા 5 ખોરાક જે પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરશે
સાથે જ બાળકોના રમકડામાં પણ ઉમેરવામાં આવે છે. વૈશ્વિક રૂપે લગભગ વાર્ષિક 8.4 મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવે છે. રિસર્ચ અનુસાર જે બાળકોમાં જાડાપણું, અસ્થમા, હ્રદય સંબંધિત સમસ્યા, કૈંસર અને પ્રજનનની સમસ્યા જેમ કે, જનનાંગ વિકૃતિ અને પુરુષોમાં અનિચ્છુક વૃષણ તથા શુક્રાણુઓની ઓછી સંખ્યા તથા વયસ્ક પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન સ્તર સાથે જોડાયેલ છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019 સુધી 30 થી અધિક અધ્યયનોમાં વિભિન્ન પ્રકારના ફથલેટ્સ માટે જન્મ પહેલાના જોખમની તપાસ કરવામાં આવી હતી. દુનિયાભરના અલગ અલગ 11 દેશમાં લાંબા સમય સુધી અધ્યયવ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -
ક્રિકેટના મેદાન પર દુખદ ઘટના, પીચ પર આવ્યો ખેલાડીને હાર્ટ એટેક, દર્દનાક મોતનો Live Video
અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ગર્ભાશયમાં ઉચ્ચ સ્તરના ફથલેટ્સ સાથે અવગત કરાવવામાં આવ્યા, જેમાં બાળકોમાં IQ સ્તર ઓછા જોખમવાળા બાળકોની તુલનામાં સાત અંક ઓછું હતું. એજન્સીઓને આગ્રહ કરવામાં આવે છે કે ફથલેટનો ઉપયોગને તાત્કાલિક પ્રતિબંધ કરવામાં આવે.
કેમિકલ ફેલાવવાનો સમય
બોસ્ટન ચિલ્ડ્રન હોસ્પિટલમાં TENDRના સભ્ય ડેવિડ બેલિંગરે જણાવ્યું કે એક વાર જ્યારે ગર્ભાશયમાં બાળકના વિકાસશીલ મસ્તિષ્કમાં રાસાયણિક અસર થાય છે ત્યારે, નુકસાન થઈ ગયું હોય છે. આ એક મહત્વપૂર્ણ બાબત છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તથા આ એક પર્યાવરણીય મુદ્દો પણ છે. વિજ્ઞાન ક્યારેય પણ જાણીને આ પ્રકારના રસાયણ સાથે બાળકને પ્રભાવિત નહીં કરે. આ અધ્યયન બાળકોના વ્યવહાર સંબંધિત પ્રભાવ પર ધ્યાન કેંદ્રિત કરે છે.
આ પણ વાંચો - Benefits Of Ashwagandha: મેદસ્વીતાથી છો પરેશાન? તો જરુર અજમાવો અશ્વગંધા
પ્રતિબંધનો લક્ષ્ય
ફથલેટ પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું છે જે ગર્ભવતી મહિલાઓ, વયસ્ક મહિલાઓ, શિશુ અને બાળકોના સંપર્કમાં આવે છે. માત્ર તેના પર પ્રતિબંધ લગાવવાથી જોખમ ઓછું નહીં થાય. કારણ કે તેનો ઉપયોગ અનેક વસ્તુઓના ઉત્પાદન માટે કરવામાં આવે છે. ફથલેટને સંપૂર્ણરૂપે પ્રતિબંધિત કરવો જોઈએ. પરિવાર, સ્વાસ્થ્ય, દેખભાળ, અને બાળકોના સ્વાસ્થ્ય માટે લોકો ખર્ચો કરવા તૈયાર છે. અનેક કંપનીઓએ સૌંદર્ય, વ્યક્તિગત દેખભાળ, ઉત્પાદન અને ફિનાઈલ જેવા ઉત્પાદનમાં ફથલેટનો ઉપયોગ ઓછો કરી દીધો છે.
અન્ય અરજીઓ પર કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે
આ કોઈ પ્રથમ સમૂહ નથી જે આ પ્રકારે રસાયમ પર તેના દુષ્પ્રભાવ પર વિચાર કરી રહી છે. ગયા વર્ષે એક અરજીમાં FDAએ આહ્વાન કર્યું હતું કે ખાદ્ય પદાર્થ અને ખાદ્ય પૈકેજિંગમા 10000 થી અધિક રસાયણોના દુષ્પ્રભાવ પર વિચાર કરે. જે બાળકોમાં અને વયસ્કમાં વિકારાત્મક, સંજ્ઞાનાત્મક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાથી જોડાયેલ હોર્મોન અવરોધક છે. FDA પ્રવક્તાએ જણાવ્યું કે વર્તમાન સમયમાં FDA બે અરજીઓ પર સમીક્ષા કરી રહી છે. આ યાચિકાઓની સમીક્ષા પૂર્ણ કરીને તેની પ્રકાશિત કરવી તે પ્રથમ પ્રાથમિકતા છે.