Good News: આજથી જુનાગઢથી ભવનાથ તળેટી સુધી ST બસ સેવા શરૂ, જાણો - કયા-કયા રૂટ રહેશે, કેટલું ટિકિટ ભાડુ

News18 Gujarati
Updated: October 27, 2020, 1:36 AM IST
Good News: આજથી જુનાગઢથી ભવનાથ તળેટી સુધી ST બસ સેવા શરૂ, જાણો - કયા-કયા રૂટ રહેશે, કેટલું ટિકિટ ભાડુ
પ્રતિકાત્મક તસવીર

ભવનાથ તળેટી સુધી બસ સેવા શરૂ કરવામાં આવશે. હવે પ્રવાસીઓને મોંઘા રીક્ષા ભાડીથી છૂટકારો મળશે

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : જુનાગઢ રોપ-વે સુવિધા શરૂ થયા બાદ પ્રવાસી ભક્તો અને શહેરીજનો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં એસ.ટી. નિગમ દ્વારા જુનાગઢમાં બસ સ્ટેશનથી ભવનાથ તળેટી માટે બસ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેને પગલે પ્રવાસીઓને મોંઘા રીક્ષા ભાડાથી હવે છૂટકારો મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજથી એસ.ટી. નિગમ દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી બસ સેવા શરૂ કરવામાં આવશે. હવે પ્રવાસીઓને મોંઘા રીક્ષા ભાડીથી છૂટકારો મળશે, સાથે શહેરીજનોને પણ સીટીમાં એક સ્થળથી બીજા કામ ધંધાના સ્થળે જવા માટે સુવિધા રહેશે.

કયા-કયા રૂટ રહેશે - કેટલું હશે ભાડુ

આ મામલે એસટી અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર, સવારે ૭ વાગ્યાથી સાંજના ૪:૪૦ સુધી સેન્ટ્રલ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી અને સવારે ૭:૪૦ થી સાંજના ૫:૩૦ સુધી ભવનાથ તળેટીથી બસ સ્ટેશન સુધી ૮ ટ્રીપમાં એસ.ટી. બસો દોડાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, લોકલ ટ્રીપમાં બસ સ્ટેશનથી ગાંધી ચોક, રેલ્વે સ્ટેશન, મજેવડી દરવાજા, દામોદર કુંડ અને ભવનાથ તળેટીનો રૂટ રહેશે. આ સિવાય તમને જણાવી દઈએ કે, ટીકીટનો દર માત્ર ૧૩ રૂપિયા રહેશે, જેને પગલે પ્રવાસીઓને મોંઘા રીક્ષા ભાડામાં પણ રાહત મળશે.

PM મોદી આજે ગીરનાર રોપ વેનું કરશે લોકાર્પણ, 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચાશે

આ પણ વાંચો -   7 મિનિટમાં તળેટીથી અંબાજી મંદિરે પહોંચાશેઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ (PM Narendra Modi) 24 ઓક્ટોબરનાં રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેનું (Girnar rpoeway) ઉદ્ધાટન કર્યું હતું. રવિવારે દશેરાના (Dussehra) પાવન પર્વનાં દિવસથી ગિરનાર રોપ વે જાહેર જનતા માટે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. રવિવારે સવારે 8 કલાકથી સાંજના પાંચ વાગ્યા સુધી (Girnar ropeway time) રોપ વે પ્રવાસીઓ માટે ખુલ્લો રહ્યો હતો. જેમાં સવારે 8થી 10 કલાકમાં 300થી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ વેમાં મુસાફરી કરી છે. દશેરાનાં દિવસે પ્રવાસીઓ મોટી સંખ્યામાં માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા.

ગીરનાર રોપ વેની વિશેષતાઓ - ગીરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટી થી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ 9 ટાવર ઉભા કરાયા છે. તેમાં 6 નંબરનો ટાવર કે જે ગીરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે તે ટાવર આ યોજનાનો સૌથી ઉંચો ટાવર છે જેની ઉંચાઈ 67 મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર 2.3 કી.મી.નું છે. જે રોપવે થી પ્રવાસીઓ 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે. શરૂઆતના તબક્કામાં 24 ટ્રોલી લગાવાશે, એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે એટલે કે એક ફેરામાં 192 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.
Published by: kiran mehta
First published: October 27, 2020, 1:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading