માલાબાર યુદ્ધાભ્યાસનું બીજુ ચરણ આજથી શરૂ, ભારતની સાથે QUAD દેશોનું ચીન સામે શક્તિ પ્રદર્શન

News18 Gujarati
Updated: November 17, 2020, 7:07 AM IST
માલાબાર યુદ્ધાભ્યાસનું બીજુ ચરણ આજથી શરૂ, ભારતની સાથે QUAD દેશોનું ચીન સામે શક્તિ પ્રદર્શન
ભારતીય નૌસેનાનાં વિક્રમાદિત્ય વિમાનવાહક જહાજ, અમેરિકન વિમાન વાહક જહાજ નિમિત્ઝ અને ઓસ્ટ્રેલિયન અને જાપાનની નૌસેનાનાં અગ્રિમ મોર્ચે તૈતનાત જહાજ ચાર દિવસ સુધી સધન યુદ્ધાભ્યાસ કરશે.

માલાબાર (Malabar Exercise) યુદ્ધાભ્યાસ એવાં સમયે થઇ રહ્યો છે જ્યારે ગત છ મહિનાથી ભારત (India) અને ચીનની (China) વચ્ચે પૂર્વ લદ્દાખની સીમામાં સિઝફાયરનું સતત ઉલંઘન ચાલી રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી: ભારતીય નૌસેનાનાં યુદ્ધાભ્યાસ 'માલાબાર' (Malabar Exercise)નું બીજુ ચરણ (Second Phase) મંગળવારનાં ઉત્તરી અરબ સાગરમાં શરૂ થશે. જેમાં ભારતીય નૌસેનાનાં વિક્રમાદિત્ય વિમાનવાહક જહાજ, અમેરિકન વિમાન વાહક જહાજ નિમિત્ઝ અને ઓસ્ટ્રેલિયન અને જાપાનની નૌસેનાનાં અગ્રિમ મોર્ચે તૈતનાત જહાજ ચાર દિવસ સુધી સધન યુદ્ધાભ્યાસ કરશે. અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, આ યુદ્ધાભ્યાસ દરમિયાન 'ક્વોડ' જથને દેશની નૌસેનાઓ દ્વારા મળી કાર્ય કરવાની ક્ષમતાને વધારવા માટે સમન્વિત અભિયાનનો અભ્યાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માલાબાર યુદ્ધાભ્યાસનું પહેલું ચરણ ત્રણથી છ નવેમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાં સંપન્ન થયું. અને આ દમરિયાન પનડુબ્બી યુદ્ધ અને સમુદ્રથી હવામાં માર કરવાની ક્ષમતાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલો સીમા વિવાદ
આ યુદ્ધાભ્યાસ એવાં સમયે થઇ રહ્યો છે જ્યારે ગત છ મહિનાથી ભારત અને ચીનનાં વચ્ચે પૂર્વી લદ્દાખની સીમા પર સિઝફાયરનું ઉલંઘન થઇ રહ્યું ચે અને બંને દેશો વચ્ચેનો સંબંધ તણાવભર્યો છે. નૌસેનાનાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, 'માલાબાર યુદ્ધાભ્યાસનું બીજુ ચરણ ઉત્તર અરબ સાગરમાં 17થી 20 નવેમ્બરની વચ્ચે હશે.' આ નિવેદન મુજબ, અભિયાનનાં કેન્દ્રમાં વિક્રમાદિતત્ય વિહાન વાહક જાહાજ અને નિમિત્ઝ વિમાનવાહક જહાજ પર તમામ યુદ્ધાભ્યાસ કરનારા ગ્રુપ સાથે હશે.

નૌસેનાનાં કહેવા મુજબ, યુદ્ધાભ્યાસ સમુદ્રી મુદ્દા પર ચાર જીવંત લોકતાંત્રિક દેશોની વચ્ચે સમન્વય વધારવા માટે અને હિંદ પ્રશાંત ક્ષેત્રનું ખુલ્લુ, સમાવેશી અને નિયમ આધારિત આંતરરાષટ્રીય વ્યવસ્થા બનાવી રાખવા માટે પ્રતિબદ્ધતાને દર્શાવે છે. એક અધિકારીએ ઓળખ છુપાવી રાખતાં જણાવ્યું કે, આ યુદ્ધાભ્યાસમાં પરમાણું ઇંધનથી સંચાલિત USA નિમિત્ઝનાં નેતૃત્વમાં અમેરિકન આર્મીનું એક જૂથ ભાગ લેશે. જેમનાં પ્રશિક્ષણનો પ્રભાવ રહેશે અને તમામ ગ્રપને તેનું માર્ગદર્શન મળશે.દુનિયાનું સૌથી મોટુ યુદ્ધ જહાજ છે નિમિત્ઝ
USA નિમિત્ઝ દુનિયાનું સૌથી મોટુ યુદ્ધ જહાજ છે. આ યુદ્ધક જૂથમાં વિશાળ સંખ્યામાં સૈનિકો જોવા મળે છે જેમાં વિમાન વાહક જાહજની સાથે મોટી સંખ્યામાં ડેસ્ટ્રોયર, ફ્રિગેટ અને અન્ય જહાજ શામેલ છે. આ યુદ્ધાભ્યાસમાં નિમિત્ઝની સાથે ક્રૂઝર પ્રિંસટન અને ડેસ્ટ્રોયર સ્ટરેટ અને P8M સમુદ્રી ટોહી વિમાન શામેલ થશે. ઓસ્ટ્રેલિયન નૌસેનાનું પ્રતિનિધત્વ ફ્રિગેટ બલાર્ટ અને હેલીકોપ્ટર કરશે. ભારતીય નૌસેનાનાં જણાવ્યાં અનુસાર, 'બંને વિમાન વાહક પોતની સાથે અન્ય પોત, પનડુબ્બી અને વિમાનનાં અભ્યાસ પણ શામેલ હશે અને ચાર દિવસ સુધી ગહન સમુદ્રી અભિયાનને તેઓ અંજામ આપશે.'

ભારતીય દળનું નેતૃત્વ રિયર એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન કરશે
નૌસેનાનાં જણાવ્યાં અનુસાર, યુદ્ધાભ્યાસમાં 'ક્રોસ ડેક ફ્લાઇંગ ઓપરેશન અને વિક્રમાદિત્ય પર તૈનાત મિગ-29નાં અને નિમિત્ઝ પર તૈનાત F-18 ફાઇટર પ્લેન અને E2C હોકઆઇ દ્વારા હવાઇ રક્ષાનો અભ્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત પનડુબ્બી યુદ્ધનો પણ અભ્યાસ થશે. INS વિક્રમાદિત્ય ઉપરાંત હવાઇ એકમનાં હેલીકોપ્ટર, ડેસ્ટ્રોયર કોલકાતા અને ચેન્નઇ, સ્ટીલ્થ ફ્રિગેટ તલાર અને સહાયક પોત દીપક પણ આ યુદ્ધાભ્યાસમાં ભાર તરફથી શામેલ થશે. ભારતીય દળનાં નેતૃત્વ રેર એડમિરલ અને પશ્ચિમી જૂથનું ફ્લેગ ઓફિસર કૃષ્ણ સ્વામીનાથન કરશે.
Published by: Margi Pandya
First published: November 17, 2020, 7:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading