સુરત: બનેવીએ વારંવાર દુષ્કર્મ આચરીને 13 વર્ષની સાળીને બનાવી દીધી ગર્ભવતી


Updated: March 8, 2021, 9:25 AM IST
સુરત: બનેવીએ વારંવાર દુષ્કર્મ આચરીને 13 વર્ષની સાળીને બનાવી દીધી ગર્ભવતી
પ્રતીકાત્મક તસવીર (shutterstock image)

ફેબ્રુઆરી મહિનામાં કિશોરીનું પેટ મોટું દેખાતા પરિવારે તેને આ બાબતે પુછતા કહ્યું કે, તેની માસીયાઈ બહેનના પતિએ લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો.

  • Share this:
સુરતના (Surat) લીબાયત વિસ્તારમાં રહેતી એક 13 વર્ષની કિશોરીને (teenager) લગ્નની (Marriage) લાલચ આપીને તેના જ બનેવી દ્વારા તેની સાથે શારીરિક સબધ બાંધી આ કિશોરીને ગર્ભવતી બનાવી હતી. જે બાદ તેણે કિશોરીનો ગર્ભપાત (miscarriage) પણ કરાવી દીધો હતો. કિશોરીનું પેટ મોટું થઇ જતા પરિવારે તેને પૂછ્યું હતું કે શું થયું ત્યારે કિશોરીએ પોતાની સાથે બનેલી દુસ્કર્મની ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ પરિવારે આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના લીબાયતમાં ર્પરિવાર સાથે રહેતી 13 વર્ષની કિશોરી પર તેની જ માસીયાઈ બહેનના નરાધમ પતિએ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી.  ફેબ્રુઆરી મહિનામાં કિશોરીનું પેટ મોટું દેખાતા પરિવારે તેને આ બાબતે પુછતા કહ્યું કે, તેની માસીયાઈ બહેનના પતિએ લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. તેની સાથે એકવાર નહીં પરંતુ અનેક વખત શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તે બાદ કિશોરીના પરિવારે ફરિયાદ નોધાવી ન હતી.

Instant loan લેવી છે? તો પહેલા વાંચો આ કિસ્સો, યુવાને 25 લાખની લોન લેવા ગુમાવ્યા બે લાખ

પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે નરાધમ ઘરે આવીને પરિવાર સાથે ઝઘડો કરીને કિશોરી સાથે લગ્ન કરવાનું દબાણ કરતો હતો. જેથી આ પરિવારે લિબાયત પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે બળાત્કાર, પોક્સો અને ગેરકાયદેસર ગર્ભપાત સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદ: ટ્રાફિક પોલીસ યુવાનને પોલીસ ચોકીમાં લઇ ગઈ અને બહાર પાર્ક કરેલી કારમાંથી ગણતરીની મિનિટોમાં જ ફોન ગાયબ

થોડા દિવસ પહેલા પણ આવી ઘટના સામે આવી હતીસુરતના કતારગામ વિસ્તારમાં સોશિયલ મીડિયા થકી મિત્રતા બનાવી એક 15 વર્ષીય કિશોરી પર યુવકે દુષ્કર્મ આચર્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી સાથે સોશિયલ મીડિયાના માધ્યમ થકી યશ વિજયભાઈ કડિયા નામના યુવકે મિત્રતા કેળવી હતી અને બાદમાં તેની સાથે અવાર નવાર વાતચીત કરતો હતો. બાદમાં કિશોરીને વિશ્વાસમાં લઈને પ્રેમભરી વાતો કરી તેને તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ કોઈને પણ જાણ ન કરી હતી.જોકે, કિશોરી ગર્ભવતી થતા ભાંડો ફૂટી ગયો હતો. કિશોરીને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પરિવારજનોએ પૂછતા કિશોરીએ સમગ્ર હકિકત જણાવી હતી. જેથી પરિવારે સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Published by: Kaushal Pancholi
First published: March 8, 2021, 9:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading