અસારવામાં BJP પેનલ જીતે તે માટે આ ભાઇએ રાખી આકરી બાધા, માતાજીના મંદિરે આળોટતા આળોટતા ગયા


Updated: March 7, 2021, 2:04 PM IST
અસારવામાં BJP પેનલ જીતે તે માટે આ ભાઇએ રાખી આકરી બાધા, માતાજીના મંદિરે આળોટતા આળોટતા ગયા
ભાજપ પ્રેમી વ્યક્તિએ ચૂંટણી પહેલા અનોખી બાધા રાખી હતી

આ પહેલા પણ 4 બાધા આ રીતે જ રાખી હતી જેમાં 2014મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાખી હતી,

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (Ahmedabad Municipal corporation) ચૂંટણી (Election) પૂર્ણ થઈ ચૂકી છે અને મોટાભાગના વોર્ડમાં પરિણામ ભાજપ (BJP) તરફી રહ્યા છે. પરંતુ શહેરના અસારવા વોર્ડમાં (Asarva) ભાજપની પેનલ (BJP Panel) જીતે તે માટે એક ભાજપ પ્રેમી વ્યક્તિએ ચૂંટણી પહેલા અનોખી બાધા રાખી હતી. આ બાધા આ વ્યક્તિએ અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં આવેલા ખોડિયાર મંદિરે આળોટતા આળોટતા જઈ પૂર્ણ કરી છે. આ વ્યક્તિની આ આ બાધાથી ઘણા લોકોને આશ્ચર્ય થતા ટોળે વળ્યાં હતા.

અમદાવાદમાં અનોખો ભાજપપ્રેમ, અસારવાના એક વ્યક્તિ રાજુભાઇ પારેખે ભાજપ ઉમેદવાર દિશાન્ત ઠાકોરની જીત માટે આ વ્યક્તિએ આળોટતા આળોટતા મંદિરે જવાની બાધા રાખી હતી.

ભાજપ પ્રેમી વ્યક્તિએ ચૂંટણી પહેલા અનોખી બાધા રાખી હતી


અસારવા ગામમાં રાજુભાઈ પારેખ 48 વર્ષની ઉમરના છે તેઓ નોકરી કરે છે. રાજુભાઈ ભાજપ પ્રેમી છે જેથી ચૂંટણી સમયે ઉમેદવારોને સમર્થન તો આપે છે પણ સાથે ઉમેદવાર માટે બાધા રાખે છે. તાજેતરમાં જ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના વિસ્તારમાં ભાજપ જીતે તે માટે તેમને આળોટતા આળોટતા ખોડીયાર મંદિર જવાની બાધા રાખી હતી જે ભાજપ જીત્યા બાદ તેમને અસારવાથી સિવિલ કેમ્પસમાં આવેલા ખોડીયાર મંદિર જઈને પૂરી કરી છે.અંદાજે 2 કિમી જેટલા અંતર તેમને આળોટતા આળોટતા પાર કર્યું હતું અને માતાજીને પગે લાગીને બાધા પૂર્ણ કરી હતી. રાજુભાઈએ  ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પહેલા પણ 4 બાધા આ રીતે જ રાખી હતી જેમાં 2014મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાખી હતી, ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા , અમરીશ પટેલ, પૂર્વ ધારાસભ્ય રજનીકાંત પટેલ માટે પણ બાધા રાખી હતી અને પૂર્ણ કરી હતી ત્યારે આ 5મી બાધા પણ પૂર્ણ કરી છે. રજુભાઈની સાથે અસારવા વોર્ડના જીતેલા ચાર ભાજપના કોર્પોરેટર પણ સાથે હતા. મહત્વનું છે કે, એવું કહેવાય છે કે, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાઓ જરૂર નથી હોતી.

રાજુભાઈએ ભાજપની જીત માટે રાખેલી આ બાધા પણ તેમનો ભાજપ પ્રત્યેનો પ્રેમ છે સાથે માતાજી પ્રત્યેની આસ્થા પણ છે.
Published by: Kaushal Pancholi
First published: March 7, 2021, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading