Women's Day પર કરીના કપૂર ખાને શેર કરી નાના દીકરાની પહેલી ઝલક

News18 Gujarati
Updated: March 8, 2021, 12:01 PM IST
Women's Day પર કરીના કપૂર ખાને શેર કરી નાના દીકરાની પહેલી ઝલક
(photo credit: instagram/@kareenakapoorkhan)

કરીના કપૂર ખાન (Karena Kapoor Khan)એ Women's Day પર તેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું છે, 'એવું કંઇ નથી જે એક મહિલા નથી કરી શકતી.'

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) 21 ફેબ્રુઆરીમાં બીજી વખત માતા બની છે જોકે તેણએ અત્યાર સુધીમાં તેમનાં બીજા બાળકની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી ન હતી. જોકે આજે International Women's Day નાં સમયે કરીનાએ તેનાં દીકરાની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં કરીના તેનાં દીકરાને ખભે ઉચકેલી નજર આવી રહી છે. કરીનાએ આ તસવીરમાં એક સુંદર સ્પેસલ મેસેજ પણ શેર કર્યો છે.

કરીનાએ Women's Day પર તેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું છે, 'એવું કંઇ નથી જે એક મહિલા નથી કરી શકતી.' સૌને મહિલા દિવસની શુભકામનાઓ.

(photo credit: instagram/@kareenakapoorkhan)


કરીના કપૂર જ્યારે પહેલી વખત માતા બની હતી ત્યારે તેનાં દીકરા તૈમૂરનાં નામ અંગે બબાલ થઇ હતી. આ નામને કારણે કરીના અને સૈફ ઘણાં ટ્રોલ થયા હતાં. આ સાથે જ તૈમૂર ઘણી વખત કેમેરામાં કેદ થયો છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. હજુ સુધી તેણે તેનાં બીજા દીકરાની ઝલક સોશિયલ મીડિયા પર દેખાડી નથી. તેમજ નામની જાહેરાત પણ કરી નથી.

(photo credit: instagram/@kareenakapoorkhan)


કરીના જ્યારથી માતા બની છે. ત્યારથી તેનાં મિત્રો ઇન્ડસ્ટ્રીનાં અલગ અલગ લોકો તેને વધામણાં આપવાં તેનાં ઘરે આવી રહ્યાં છે. મનિષ મલ્હોત્રા, કરન જોહરથી લઇ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર સુધી ઘણાં સેલિબ્રિટીઝ કરીનાનાં ઘરની બહાર સ્પોટ થયા છે. થોડા દિવસ પહેાલં સૈફ અમૃતાની દીકરી સારા અળી ખાન પણ કરિનાનાં બીજા બાળક માટે ગિફ્ટ્સ લઇ જતી નજર આવી હતી.
Published by: Margi Pandya
First published: March 8, 2021, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading