કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle)ને પ્રોત્સાહન આપવા માટે જયપુર-દિલ્હી-આગરાને પહેલો ઇ હાઇવે બનાવી રહી છે જ્યાં ઇલેક્ટ્રોક ગાડીઓ માટે ખાસ કૉરિડોર હશે.
પેટ્રોલિયન પદાર્થોની આયત પર દેશની નિર્ભરતા ઓછી કરવા અને પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle)ને પર વધુ ફોકસ કરી રહી છે. આ કડીમાં દિલ્હીથી આગરાની વચ્ચે દેશનો પહેલો ઇ વ્હીકલ હાઇવેનું શરૂઆતી ટ્રાયલ રન બુધવારથી શરૂ થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ સરકારે પ્રાઇવેટ પ્લેયરની સાથે મળીને ઇ હાઇવે બનાવાની તૈયારી કરી છે. જયપુર-દિલ્હી-આગરા પર ઇ હાઇ-વે શરૂ થયા જ અહીં ઇલેક્ટ્રિક ગાડી માટે વિશેષ કૉરિડોર તૈયાર કરવામાં આવશે. આ યોજના હેઠળ યમુના એક્સપ્રેસના રસ્તે દિલ્હીથી આગરાની વચ્ચે ઇલેક્ટ્રિક બસ અને ટેક્સિઓ સરળતાથી પસાર થઇ શકશે. ત્યાં જ આવતા વર્ષે ફેબ્રુઆરીથી દિલ્હી જયપુરની વચ્ચે ટ્રાયલ રન શરૂ થશે.
દિલ્હી આગરા અને દિલ્હી જયપુરની વચ્ચે 500 કિલોમીટરનો બંને હાઇવે દુનિયાનો પહેલો સૌથી લાંબા ઇ વ્હીકલ હાઇવે બનશે. 500 કિમીના આ લાંબા જયપુર આગરા ઇ કોરિડોરની ખાસિયત તે રહેશે કે અહીં ખાલી ઇલેક્ટ્રિક પબ્લિક ટ્રાંસપોર્ટની વ્યવસ્થા રહેશે.
સાથે જ જો તમે ઇ વ્હીકલ ડ્રાઇવ કરો છો તો તમને અહીં ચાર્જિંગ સ્ટેશનથી લઇને ટેકનિકલ હેલ્પ અને બેકઅપની સુવિધા પણ મળશે. દિલ્હી-આગરા રૂટ પર તેના ટ્રાયલ રનની શરૂઆત થઇ ગઇ છે. જ્યારે દિલ્હી જયપુર રુટ પર ઇ વ્હીકલની સાથે ટ્રાયલ રનની શરૂઆત ફેબ્રુઆરી 2021ના રોજ થશે.
ઉલ્લેખનીય છે કે આ કૉરિડોર 200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જેમાં 20 ચાર્જિંગ સ્ટેશન બનાવ્યા આવ્યા છે. જેમાંથી 18 ગ્રિડ આધારિત અને 2 સૌર ઊર્જા આધારિત રહેશે. વધુમાં જયપુર હાઇવે પર ઇલેક્ટ્રિક બસો પણ ચલાવવામાં આવશે. ઉલ્લેખીય છે કે આઠ ચાર્જિંગ સ્ટેશનના પ્રસ્તાવને મંજૂરી મળી ગઇ છે. જ્યારે આઠ બીજા સ્ટેશન બનાવવાના છે. શરૂઆતમાં દિલ્હી આગરાની વચ્ચે ખાલી ઇલેક્ટ્રિક કાર ઉતારવામાં આવશે.
સાથે જ દેશના દરેક પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ કિઓસ્ક લગાવવાની પણ યોજના છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે દેશના 69 ,000,૦૦૦ પેટ્રોલ પમ્પ્સ પર ઓછામાં ઓછું એક ઇલેક્ટ્રિક વાહન Kiosk લગાવવામાં આવે. અને તે યોજનાને આગળ ધપાવવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.
નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર આગામી વર્ષમાં ભારતને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરીંગનું મોટું કેન્દ્ર બનાવવા તરફ કામ કરી રહી છે.